સિહોર અપક્ષ નગરસેવક ભરત રાઠોડ દ્વારા માટીથી રોડના ખાડાઓ બુરાવ્યાં, અકસ્માતનો ભય ટળ્યો

હરેશ પવાર
સિહોર નગરપાલિકા વોર્ડ ૬ વિસ્તારમાંથી છેલ્લી ત્રણ ટર્મથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવતા ભરત રાઠોડની કામગીરી વિશે બહુ કેવાનું રહેતું નથી સ્વભાવિક જે વ્યક્તિ આજના રાજકારણમાં અપક્ષ તરીકે ચૂંટાઈ આવતાની લોકોમાં ચાહના કેટલી હશે તે જાણી શકાય છે અને તેમનો ઉત્તમ દાખલો સિહોર નગરપાલિકા વોર્ડ છ માં અપક્ષ તરીકે ચૂંટાઈ આવતા ભરત રાઠોડ છે જે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયા વિના છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઈ છે કોઈ નાત જાત ધર્મના વાડાઓના ઉપરવટ થઈ ભરત રાઠોડની પ્રજા લક્ષી કામગીરી ઉડીને આખે વળગે છે.

સતત એમના વોર્ડની ચિંતા સવાર સાંજ રહીશોની સમસ્યાઓ જાણીને લોકોની સતત ચિંતા કરનાર નગસેવક હોયતો ભરત રાઠોડ છે થોડા દિવસ પહેલા બસ્ટેન્ડ પાસે ટ્રક હડફેટ બે વ્યક્તિના મોત થયા હતા જે રોડ પરની કડના કારણે થયા હોવાનું કહેવાય છે ત્યારે આજે નગરસેવક ભરત રાઠોડ દ્વારા પાંચ જેટલા ટ્રેક્ટરો માટીના નખાવી કડનું બુરાણ કરીને મરામત કરવામાં આવ્યું છે જેથી અકસ્માતનો ભય ટળ્યો છે નાની નાની સમસ્યાઓની ચિંતા કરનાર નગરસેવક ભરત રાઠોડની કામગીરી સૌ કોઈ બિરદાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here