સંમેલનમાં ખેડૂત મંચના આગેવાનો રહેશે ઉપસ્થિત, વિવિધ મુદ્દાઓને લઈ મળશે સંમેલન, ટાણાના પંચવટી વિસ્તારમાં મળશે સંમેલનનું આયોજન

દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના ટાણા ગામે વિવિધ મુદ્દાઓને લઈ ખેડૂત સંમેલન યોજાવવાનું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છ ટાણા ગામે પંચવટી કાશ્મીર વિસ્તાર તા.૧૮/૩/૨૦૨૦ ને બૂધવારે રાત્રે ૮ કલાકે ખેડુતોનુ સંમેલન મળશે તાલુકાના અને જિલ્લાના ખેડૂતોને મોટીસંખ્યામાં હાજરી આપવા ખેડૂત એકતા મંચ જાહેર આમંત્રણ આપે છે.આ સંમેલના મુખ્ય મુદ્દાઓ (૧)હાલમાં પડેલા કમોસમી વરસાદથી પાકોમાં થયેલ નુકશાનીનુ વળતર મળવું જોઇએ(૨)ખેડુતોનુ તમામ દેવુ માફ થવું જોઈએ(૩)વીજળી નીયમીત.વધારે સમય.વીજબીલ માફી.અને વીજળી દીવસે મળવી જોઈએ(૪) જંગલી પ્રાણીઓ ભુડ.રોજ દીપડા.રખડતા ઢોર.ખુટીયા વિગેરેનો ત્રાસદુર થવો જોઈએ(૫)તમામ ખેત પેદાશોના અને દુધના ભાવમાં દસ ગણો વધારો થવો જોઇએ (૬)પાકવીમો નીયમસર અને તાત્કાલિક ધોરણે મળવો જોઇએ(૭) કલ્પસર યોજના શરૂ થવી જોઇએ (૮) તમામ ખેત પેદાશોના ટેકાના ભાવ ઊંચા મળે અને તેમા થતો.

ભષ્ટ્રાચાર બંધ થવો જોઇએ વિગેરે ખેડુતોના અટવાયેલા વિવિધ મુદ્દાઓના ઉકેલ માટે જાહેરમાં ચર્ચા થશે અને ખેડૂતોમા એકતા હશે તોજ વહેલી તકે ઉકેલ આવશે તેવી ખેડૂત લક્ષી ચર્ચાઓ થશે.આ સંમેલનમાં ખેડૂત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પી તરેડી.મહામંત્રી નરેશભાઈ ડાંખરા સીદસર.વીરજીભાઇ જસાણી વિગેરે આગેવાનો હાજરી આપી સંબોધન કરશે. આ સંમેલનને સફળ બનાવવા જીણાભાઇ પ્રમુખ.છગનભાઇ ભગત.અશોકસિહ ગોહિલ.વીરજીભાઇ ઢુઢસર જીતુભાઇ બેલડીયા અરવિંદભાઈ વાઘણી રુપસંગભાઈ મકવાણા,વિગેરે આગેવાનો ભારે જહેમત ઊઠાવી રહ્યા છે.તેથી મોટીસંખ્યામાં ખેડૂતોને હાજરી આપવી તેમ ખેડૂત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પી તરેડી.નરેશભાઇ ડાંખરા જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here