ખનીજ ચોરો સામે તંત્રની કાર્યવાહી યથાવત, ખનીજ ચોરોમાં ફફડાટ, ત્રણ ટ્રેકટર અને એક જીસીબી સહિતના ચાર વાહનો સાથે લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે

નિલેશ આહીર
સિહોર નજીકના બજૂડ ગામેથી ગૌચર જમીનમાં ગેરકાયદેસર માટીના ખોદકામનો પર્દાફાશ થયો છે જેમાં તંત્રએ લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે હજુ ગત ગુરૂવારના રોજ સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ અને ટિમ દ્વારા ખનીજ ચોરો સામે ખુલ્લો મોરચો ખોલીને સતત કલાકો સુધી કાર્યવાહી કરીને સાત ડમ્પરો કબ્જે કરીને સવા કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે ત્યાં આજે ફરી સોમવારે ઉમરાળા મામલતદાર અને ટિમ દ્વારા બેખોફ બનેલા ખનન માફિયાઓ માટીનું ખોદકામ કરનારનો પર્દાફાશ કરીને લાખ્ખોનો મુદ્દામાલ લઈને ખનીજ માફિયાઓ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે.

સરકારી તંત્રની કડક કાર્યવાહીથી ખનિજચોરોમાં ફફડાટ ફેલાયો છે ઉમરાળાના બજૂડ ગામે ગૌચરની જમીનમાં મામલતદાર રાજેન્દ્ર પટેલ અને સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી જ્યાં સ્થળે ગેરકાયદેસર માટીનું ખનન કરવામાં આવી રહ્યું હતું જેસીબી દ્વારા માટીનું ખનન કરીને ટ્રેકટર દ્વારા પાસ-પરમીટ વગર માટીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતી હતી તેથી સરકારી તંત્રએ લાલ આંખ કરી છે અને ત્રણ ટ્રેકટર અને એક જીસીબી કબ્જે લીધું છે જેના માલિક ખીમાભાઈ રાધાભાર રહે કચ્છ જેઓની માલીકના ચાર વાહનોનો કબ્જે લઈ ઉમરાળા પોલીસ મથકે કબ્જે કરાયા છે.

મામલતદાર દ્વારા જેસીબી અને ત્રણ ટ્રેકટર સહિતના ચાર વાહનો મળી કુલ લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ વાહનો ઉમરાળા પોલીસ સ્ટેશન મુકાવી દેવામાં આવ્યા હતાં. સરકારી તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે સિહોર વલભીપુર વિસ્તારોમા માટી રેતી સહિતના ખનીજ ભરેલી ગાડીઓ આજુબાજુ વિસ્તારોમા ઠલવાય રહી હોવાનુ જાણવા મળેલ છે. આ કામગીરીમાં ઉમરાળા મામલતદાર સહિતના અધિકારી-કર્મચારીઓ જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here