સિહોર ગોપીનાથ મહિલા કોલેજ ખાતે વિધાર્થીઓનો વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ

બ્રિજેશ ગૌસ્વામી
ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર ખાતે વિદ્યાર્થીનીઓનો વિદાય સાથે શુભેચ્છા કાર્યક્રમ યોજાય ગયો. જેમાં મુખ્ય અતિથિ તેમજ વક્તા તરીકે શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ – ભાવનગર તેમજ ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ તેમજ ગઝલકાર એવા પ્રો.ડો.હિમલ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ. આ સાથે વિદ્યાર્થીનીઓએ પોતાનાં પ્રતિભાવો રજુ કર્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતીનાં પ્રા. હિરલબેન પંડ્યાએ કર્યું હતું. આચાર્યશ્રી યોગેશભાઈ જોષી તેમજ સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here