ગામડાઓમાં કામો થતા નથી, મોટાભાગના સરપંચ અને ગામના મુખ્ય આગેવાનો રજૂઆતો કરી હવે થાક્યા છે, આવતા દિવસોમાં સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાઈ તેવી સ્થિતિનું નિર્માણ
હરેશ પવાર
સિહોર તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત હોવાથી લોકોના કામો થતા નથી સરકાર ઓરમાયુ વર્તન રાખે તે સ્વભાવિક છે સિહોર તાલુકાના દરેક ગામના સરપંચ અને મુખ્ય આગેવાનો મુખ્ય પ્રાથમિક સુવિધાઓ સહિતની રજૂઆતો કરી કરી આખરે હવે કંટાળી ચુક્યા છે ત્યારે આ તમામ સ્થિતિઓની વચ્ચે આજે સિહોર તાલુકાના કાટોડીયા ગામના સરપંચ ભીમજીભાઈ રામજીભાઈ જાદવે તાલુકા વિકાસ અધિકારી રાજીનામું ધરી દેતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત હોવાથી ગામડાઓમાં વિકાસના કામો અટવાઈ પડ્યા છે.
ગ્રાન્ટો ફળવાતી નથી પ્રાથમિક કામો થતા નથી જેને કારણે વિકાસ રૂંધાઇ રહ્યો છે જેથી મોટા ભાગના ગામડાઓના સરપંચ અને આગેવાનો નારાજ હોવાનું સામે આવ્યું છે તેવી સ્થિતિ વચ્ચે કાટોડિયા ગામના સરપંચ ભીમજીભાઈ રામજીભાઈ જાદવે આજે તાલુકા વિકાસ અધિકારીને રાજીનામુ ધરી દીધું છે જેમાં પોતાના અંગત કારણોસર ધંધા અર્થે બહાર ગામ જવાનું હોવાથી રાજીનામું આપ્યું હોવાનું જાહેર કર્યું છે જોકે શંખનાદ દ્વારા ભીમજીભાઈ રાજીનામાં અંગેના કારણો જાણવા તેમના મોબાઈલ નં ૯૬૨૪૯૫૩૬૩૧ ઉપર સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે મોબાઈલ સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે.
જેથી ભીમજીભાઈનો સંપર્ક થઈ શક્યો નથી એકવાત સુત્રોથી એવી પણ જાણવા મળી છે કે સરકાર દ્વારા યોજાતી ગ્રામસભા માત્ર કહેવા પૂરતી યોજાઈ છે જેમાં કામો થતા નથી જેથી મોટાભાગના આગેવાનોની નારાજગી પણ આવતા દિવસોમાં સામે આવી શકે છે અને સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાય શકે છે.