ડોક્ટરો અને પોલીસ કાફલો સ્થળ પર પોહચી જરૂરી કાર્યવાહી કરી, ખુટિયાઓના મોત ઝેર અથવા શોર્ટથી થયા હોવાનું પ્રાથમિક તારણ, ઘટના તપાસ માંગી લે છે

દેવરાજ બુધેલીયા
સિહોરના સોનગઢ નજીકના ઝરીયા ગામે એક સાથે પાંચ મૂંગા પશુ ખુટિયાના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર સાથે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી છે બનાવને લઈ સિહોરથી તબીબોની ટિમ અને સોનગઢ પોલીસ કાફલો બનાવ સ્થળે પોહચી જરૂર કાર્યવાહી હાથ ધરી હતી બનાવની મળતી વિગત મુજબ સિહોર સોનગઢના ઝરીયા ગામે આજે સવારના સમયે વાડી અને સિમ વિસ્તારમાં અબોલ પાંચ પશુ ખુટિયાના મૃતદેહ પડ્યા હોવાની જાણ થતાં સ્થાનિક વાડી વિસ્તારના લોકો એકઠા થયા હતા.

તંત્ર વિભાગોને બનાવની જાણ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી બનાવને લઈ સિહોર તબીબ ટિમ અને સોનગઢ પોલીસ સ્ટાફ ઝરીયા ગામે પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે હાલ મૃતદેહને હાલ દાંટી દેવાયા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે મરણજનાર પાંચ ખુટિયાના મોત શોર્ટ લાગવાથી અથવા ઝેરી પદાર્થથી થયા હોવાની શંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે બનાવને લઈ સોનગઢ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે આખરે મૂંગા પશુઓના મોત કેવી રીતે થયા તે પણ તપાસ માંગી લે છે ઘટનાને લઈ જીવદયા લોકોમા રોશની લાગણી જન્મી છે બનાવને લઈ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે અને તપાસ કરવાની પણ માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here