કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સરકારનાં પગલા, જિલ્લામાં વધુ ૨૦૦ કાર્ડનું ક્રોસ વેરિફીકેશન પણ હાથ ધરાયું

હરેશ પવાર
આ કૌભાંડમાં કોણ સંડોવાયેલા છે,? કેટલા કાર્ડમાં સારવાર લેવાઈ છે, કઈ કઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી? વિગેરે તપાસનો વિષય છે

સિહોર સહિત ભાવનગર જિલ્લામાં બોગસ આરોગ્ય કાર્ડ નિકળ્યાનો ભાંડો ફૂટ્યો છે બાદ રાજ્ય સરકાર દોડતી થઇ છે. આવા કાર્ડ બ્લોક કરવા અને ચકાસણી કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેનાં  ભાવનગર જિલ્લામાં આરોગ્ય સારવાર લેવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ૭૪૦૦ કાર્ડ બ્લોક કરી દેવાયા છે, દરમિયાનમાં રાજ્ય સરકારમાંથી વધુ ૨૦૦ કાર્ડનું લિસ્ટ ભાવનગર મોકલીને વેરિફિકેશન હાથ ધરવાનો આદેશ અપાતા તત્રં દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

રૂપિયા ૫ લાખની મર્યાદામાં આરોગ્યની સારવાર લેવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નીચે કાર્ડ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે, જેમા મોટા પાયે બારોબાર કારોબાર થયો હોવાના કૌભાંડનો પર્દાફાશ જેના પગલે ૭૪૦૦ કાર્ડ પૈકી કેટલાક કાર્ડની તપાસ કરવામાં આવતા બોગસ કાર્ડ ઈશ્યુ થયા હોવાનું બહાર આવ્યું હતું, આ તમામ કાર્ડ બ્લોક કરી દેવા આરોગ્ય કમિશનરમાંથી સુચના મળી હતી, જેના પગલે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્રારા તમામ કાર્ડ બ્લોક કરી દિધા છે. હાલમાં વધુ ૨૦૦ કાર્ડનું લિસ્ટ રાય સરકારમાંથી ભાવનગર જિલ્લા પંચાયતને મોકલવામાં આવ્યું છે.

જે કાર્ડનું ક્રોસ વેરિફિકેશન હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ કૌભાંડમાં કોણ સંડોવાયેલા છે,? કેટલા કાર્ડમાં સારવાર લેવાઈ છે, કઈ કઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી? વિગેરે તપાસનો વિષય છે, જો કે, હાલમાં કોઈ તપાસ હાથ ધરવાના બદલે આરોગ્ય કમિશનર દ્રારા તમામ કાર્ડ બ્લોક કરી દેવાનો આદેશ આપી દેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here