સિહોર વિદ્યામંજરી સ્કૂલના બાળકો લેવલ આર્ટ કોમ્પીટીશનમાં વિજેતા બન્યા

દેવરાજ બુધેલીયા
સિહોર વિદ્યામંજરી સ્કૂલના બાળકો લેવલ આર્ટ કોમ્પીટીશનમાં વિજેતા બન્યા છે શનિવારનાં રોજ ધ ડ્રિમ ઈન્ડિયા લેવલ આર્ટ કૉમ્પિટીશન અને કાંગારૂ ઑલ ઈન્ડિયા આર્ટ કૉમ્પિટીશન – મુંબઇ (મહારાષ્ટ્ર) દ્વારા આયોજીત નેશનલ લેવલ આર્ટ કોમ્પીટીશનમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા.જેમાં ૨૦૮ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ૧૦ વિદ્યાર્થીઓને શિલ્ડ, ૭૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એવોર્ડ, ૦૫ વિદ્યાર્થીને સરપ્રાઇઝ ગિફ્ટ, શાળાને ટ્રોફી, આચાર્યશ્રીને પ્રમાણપત્ર, ટ્રોફી અને શિલ્ડ તેમજ આયોજન કરનાર કર્મચારીશ્રીને પ્રમાણપત્ર, શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને તેમજ કર્મચારીઓને શાળાનાં સંચાલક પી.કે.મોરડીયા સાહેબનાં તેમજ આચાર્યશ્રી, ઇ.આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી નાં વરદહસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here