ખૂબ જ આંચકાજનક ઘટના, રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર, બજેટ બેઠકમાં કોંગ્રેસ દ્વારા દેકારો, બેઠક દસ મિનિટમાં આટોપી લીધી, ભાજપ સભ્યોએ પણ બજેટ ના-મંજુર ને સમર્થમ આપ્યું

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા પંચાયતની બજેટ બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના હલ્લાબોલ સામે બેઠક દસ મિનિટમાં આટોપી લેવાઈ હતી કોંગ્રેસ શાસિત પંચાયત ખાતેના પરિસરમાં આજે સવારે ૧૧ કલાકે મળેલી બજેટ બેઠક સર્વાનુમતે નામંજુર થયું હતું કોંગ્રેસનું કહેવું છે આ સરકારમાં કામો થતા નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બેઠકમાં ભારે હોહા સામસામેં થઈ હતી બજેટ નામંજુરની મહોર મારતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે વર્તમાન ગુજરાત સરકારમાં તાલુકા પંચાયતનું મહત્વ નામશેષ થયેલ હોય તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્યોનું કોઈ મુલ્ય જળવાતું ન હોય ગામડાના પીવાના પાણીના પ્રશ્ર્નો પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો, ખેડુતોને મળતી સહાય, વિકાસના કામો, તાલુકા પંચાયત ની દીવાલ સિહોર તાલુકામાં તલાટીકમ મંત્રીની ધટ, નવું બિલ્ડીંગ બનાવવું , નવા શૌચાલય બનાવવાની તાલુકા પંચાયત નું મંજુર થયેલ આયોજન ને વહિવટી ન આપવી કામગીરી જેવા પ્રશ્ર્નો બાબતે સરકાર દ્રારા સિહોર તાલુકા સાથે ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે. તાલુકા પંચાયત ના સભ્યોને પોતાના મતવિસ્તારમાં વિકાસ ના કામો કરવા માટે કોઈ ગ્રાંટ ફાળવવામાં આવતી નથી આ પરિસ્થિતિમાં આ સરકારના બહેરા કાનને તમાચો મારવા માટે સિહોર તાલુકા પંચાયત નું બજેટ આજરોજ કોગ્રેસ તથા ભાજપના સભ્યોએ સર્વાનુમતે નામંજૂર થતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે

બોક્સ..

બજેટ ના-મંજૂર થવાના કારણો:

૧. લોકોને ઉપયોગી કામગીરી થતી નથી
૨. ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોને કોઈ જવાબ આપી શકતા નથી
૩. તા.પં.નું બીલ્ડીંગ નવું બનાવવું છે તે બનતું નથી
૪. તા.પંચાયત ની કમ્પાઉન્ડ ખાતે નવી દીવાલ બનાવવી છે તે બનતી નથી ચારે બાજુ ખુલ્લુ હોવાથી અસામાજીક પ્રવૃત્તિ થાય છે.
૫. તા.પં માં ઠંડા પાણીની અરજદારો માટે કે કર્મચારીઓ માટે કોઈ વ્યવસ્થા નથી.
૬. લોકોની આશા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પુરી કરી શકતા નથી
૭. તાલુકાના ગામોના પીવાના પાણીના પ્રશ્નનો હલ થતા નથી
૮. ખેડુતોને મળતી સહાય પ્રત્યે સરકાર દુર્લભ સેવી રહી છે તાલુકામાં ૨૦૦૦ની સહાય ધણા ખેડુતોને હજુ સુધી મળી નથી.
૯. સિહોર તાલુકામાં તલાટીકમ મંત્રીની ખાલી જગ્યા સરકાર ભરતી નથી જેથી ગામડામાં વહીવટ ખોરભે પડે છે
૧૦. નવું બિલ્ડીંગ બનાવવાની કાર્યવાહી થતી નથી
૧૧. સિહોર તાલુકા પંચાયતનું ૨૦૧૯/૨૦ નું મંજુર થયેલ આયોજનને વહીવટી મંજુરી મળતી નથી
૧૨. સિહોર તાલુકા સાથે સરકાર દ્રારા ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે
૧૩. તાલુકા પંચાયતના સભ્યોને પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે સરકાર દ્રારા કોઈ ગ્રાંટ ફાળવવામાં આવતી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here