સમીસાંજે ભગવતીનગરમાં ગાય ગાંડી થતા પંદરથી વધુને હડફેટે લીધા-પાલિકા સ્ટાફ દોડી આવ્યો

હરેશ પવાર
સિહોરમાં ઢળતી સાંજે ગરીબશાપીર વિસ્તારમાં ગાય ગાંડી થતા ગામ ગાંડું કર્યું હતુ. ગાંડી થયેલી ગાય આસપાસના ભગવતીનગર, મેમણકોલોની અને નવદીપ વિસ્તાર,મેરુબાગ સહિતના આસપાસના વિસ્તારોના રાહદારીઓને હડફેટે લેતા ડ્રામા સર્જાયો હતો. ગાંડી થયેલી ગાય રાજકોટ ભાવનગર રોડ ઉપર આવી જતા અહીં પસાર થતા બાઇક ચાલકોને પણ પોતાને નિશાને લીધા હતા. ગાંડી થયેલી ગાયે ત્રણ ચાર કલાક ધમ મચાવી હતી. જેને લઈને અહીંના રહીશો દ્વારા નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકા ના કર્મચારી લક્ષમણભાઈ મકવાણા, ભાવેશ મલુકા, અશોકભાઈ, નરસિંહભાઈ, પરેશભાઇ, અનિલભાઈ સહિતના સ્ટાફે આવીને મહા મહેનતે ગાયને પાંજરે પુરી હતી. ગાયને પાંજરે પૂરતા આસપાસના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. ખરેખર ગાયે ગામ ગાંડું કર્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here