અહીં ફરજ બજાવી ચૂકેલા બે કર્મીઓએ કુંવરજીભાઇ ને રજુઆત કરી, મંત્રીએ કહ્યું ગાંધીનગર આવો રજુઆત માટે, કર્મીઓના ન્યાય માટે મંત્રી આગળ આવશે

હરેશ પવાર
સિહોરના જીથરી એટલે અમરગઢ ખાતે આવેલ કે જે મહેતા ટી બી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સમાં છેલ્લા દસ વર્ષથી મેન્ટેનન્સ હેડ તરીકે ફરજ બજાવતા ભાવેશ દવેને 29.7.2019 ના રોજ કોઈપણ નોટિસ આપ્યા વગર અચાનક જ છુટા કરી દેવામાં આવ્યા હતા. તેમના દ્વારા પોતાનો બાકી પગાર તેમજ ગ્રેચ્યુટીની રકમ માટે થઈને સંસ્થાના એડમિનિસ્ટ્રેટર અને ટ્રસ્ટના વહીવટી કર્તાઓ ને વારંવાર રજુઆત કરવા છતાં નાના કર્મચારીઓના હકના પૈસા ખાઈ જવાની દાનતને લઈને કર્મચારી ભાવેશ દવેને જવાબ નહિ આપી એક પણ રૂપિયો આપવામાં નહિ આવે તેવું કહેવામાં આવ્યું હતું.

અચાનક જ બેરોજગાર બનેલ ભાવેશ દવે પોતાના ન્યાય માટે લેબર કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા પરંતુ તંત્રની ધીમી ગતિની કામગીરીથી કંટાળી તેમને સિહોર આવેલ કેન્દ્રના મંત્રી કુંવરજીભાઇ બાળવલિયા ને લેખિતમાં આપીને રજુઆત કરીને ન્યાય માટેની માંગણી કરી હતી. આ સાથે તેમના જ સહ કર્મચારી જે કોલેજમાં અટેન્ડર તરીકે ફરજ બજાવતા હતા વિરમદેવસિંહ એ પણ કેન્દ્રીય મંત્રી કુંવરજીભાઇ પાસે મદદ માટે અરજ કરી હતી. બંને નાના માણસોની વાત સાંભળીને તેની સાથે ખરેખર થયેલા.

અન્યાય અને કે જે મહેતા ટી બી હોસ્પિટલના ભૂતકાળ ના અનેક વિવાદો ને ધ્યાનમાં લઈને આવડી મોટી કક્ષાના કેન્દ્રીય મંત્રીએ બંને યુવકોને હૈયાધારણ આપીને તેમના હકના બાકી રૂપિયા માટે તેમને જોઈતી મદદ ની વાત કરી સંપૂર્ણ સહકાર આપવાની વાત કહી હતી. સાથે જ જરૂર લાગેતો બંને અન્યાયનો ભોગ બનેલા કર્મચારીને પોતાની ફાઈલો લઈને ગાંધીનગર રૂબરૂ મુલાકાત માટે પણ સમય ફાળવા માટે કહેતા કર્મચારીને હાશકારો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here