રહેણાંકી મકાનમાં પોલીસ ત્રાડકી હતી, ૮૪ નંગ બોટલ મળી ને ૩૦ હજારનો મુદ્દામાલ પોલીસને મળ્યો હતો, ફરાર શખ્સ પોલીસને હાથ લાગ્યો

દેવરાજ બુધેલીયા
સિહોરના મગલાણા ગામેથી ગત તા..૧૧ ના રોજ રહેણાંકી મકાનમાંથી પોલીસને વિદેશી દારૂ હાથ લાગ્યો હતો જેમાં ૮૪ બોટલો ઝડપી ૩૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી તા.૧૧ ના રોજ સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.ડી.ગોહીલ તથા સ્ટાફનાં માણસો સિહોર ટાઉન વિસ્તાંરમાં હોળી-ધુળેટીના તહેવારના બંદોબસ્તમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાલન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ હતી.

મગલાણા ગામેં રહેણાકી મકાને ભારતીય બનાવટનો વિદેશી દારુ ઉતારેલ જે હકિકત આઘારે પોલીસે મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બોટલો નંગ-૮૪ મળી આવેલ જેની કિ.રૂ.૨૯૦૫૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે રહેણાંકી મકાને તે શખ્સ હાજર મળી આવેલ ન હોય જેથી તેના સામે ધોરણસર થવા આગળની કાર્યવાહી કરવામાં આવેલ જેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા તે દરમિયાન વિદેશી દારૂમાં ફરાર શખ્સ પોલીસના સકંજામાં સપડાઈ ગયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here