દિનેશ ઠાકોર મુળ સિહોરના છે, જેઓને ભાવનગર અને અમરેલી જિલ્લાની સમાજ સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપાઈ, દિનેશ ઠાકોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની નજીકના માનવામાં માનવામાં આવે છે

સલીમ બરફવાળા
સિહોરના મૂળ વતની અને ઠાકોર સમાજનો અડધી રાતનો હોકારો દિનેશ ઠાકોરને ગુજરાત ઠાકોર સમાજને મજબૂત કરવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ગઈકાલે સમગ્ર ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની સંગઠન સમીક્ષા પુન રચના માટે જિલ્લા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મૂળ સિહોરના અને પ્રદેશ ઠાકોર સમાજ સંગઠનમાં દબ-દબો ધરાવનાર શિક્ષિત યુવક દિનેશ ઠાકોરને સમાજને મજબૂત કરવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

અમરેલી અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ઠાકોર સેના મજબુત કરવા દિનેશ ઠાકોરના શિરે જવાબદારી સોંપાઈ છે દિનેશ ઠાકોરના માતાશ્રી અગાઉ સિહોર કોંગ્રેસ માંથી નગરપાલિકા ચૂંટણી લડી અને જીતી ચુક્યા છે દિનેશ ઠાકોર ખૂબ જ અભ્યાસુ ઉત્સાહી યુવક છે જિલ્લા અને સમગ્ર ગુજરાત યુવા ઠાકોર સેના સંગઠનમાં સારી નામના મેળવી ચુક્યા છે કહેવાઈ છે કે દિનેશ ઠાકોર રાજ્યના ઠાકોર સમાજના મુખ્ય આગેવાન પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ખૂબ નજીક માનવામાં આવે છે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જ્યારે ભાજપમાંથી પેટા ચુંટણી લડ્યા ત્યારે દિનેશ ઠાકોરને ઠાકોર સમાજના મુખ્ય વિસ્તારોમાં પ્રચાર અને પ્રસાર માટેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી ગઇકાલે સમગ્ર ગુજરાત ઠાકોર સમાજને મજબૂત કરવા પુન સંગઠનની રચના કરવામાં આવી તેમાં દિનેશ ઠાકોરને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવતા સમગ્ર જિલ્લા ઠાકોર સમાજના એક હર્ષની લાગણી જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here