કોરોના વાઇરસને લઈ સિહોર ખાતે ભરત મેમોરિયન ટ્રષ્ટ દ્વારા માસ્ક અને પત્રિકા વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
વિશ્વમાં અતી જીવલેણ કોરોના વાયરસ આતંક ફેલાવી રહ્યો છે અને આ આતંક નાં ડરથી વિશ્વ ફફડી રહ્યું છે ભારતમાં પણ તેની અસર જોવા મળી હતી ત્યારે રાજ્ય સરકાર સહિત સ્થાનિક તંત્ર વિભાગો દ્વારા ખુબ જ તકેદારી રાખવામાં આવે છે સિહોરની સામાજિક સંસ્થા ભરત મેમોરિયન ટ્રષ્ટ દ્વારા સિહોર ખાતે માસ્કનું વિતરણ કરાયું છે ટ્રષ્ટના અરૂણાબેન પંડયાની સુચનાથી સિહોર સંસ્થાનાં ચેરમેન હરિશ પવાર અને ટીમના આનંદ રાણા, યાસીન ગુંદીગરા, નિલેશ બારોટ સહિતની સંસ્થાના આગેવાનોએ સિહોરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નાં સંચાલક પ્રતિકભાઈ કનાડા નાં સહકારથી રાઈઝીંગ સ્ટાર ટયુશન કલાસીસ ખાતે તમામ વિધાથીઁઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને વિધાર્થી બાળકોને માર્ગદર્શન પત્રિકાઓ પણ આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here