મધરાતે નોકરી પરથી છૂટીને ઘરે પરત ફરી રહેલા ભાવેશને ડેરીની બહાર પેટ્રોલપંપ પાસે આંતરીને છરીઓના ઘા જીકી ઘટનાને આપ્યો અંજામ, છ દિવસ પહેલ માથાકૂટ થઈ હતી, બનાવને ભારે ચકચાર

હરેશ પવાર

સિહોરમાં ગત મધરાત્રી ખૂની ખેલ ખેલાયો છે અને સર્વોત્તમ ડેરીના કર્મચારીને ભાવેશ નામના યુવકને મોતને ઘાટ ઉતારી હતો અને ભોપા ભરવાડ નામના શખ્સે ઘટનાને અંજામ આપ્યો હતો બનાવને લઈ સિહોર શહેર પંથક અને જિલ્લાભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે સિહોર શહેરમાં આવેલ અતિ પ્રસિદ્ધ સર્વેાત્તમ ડેરીમાં કામ કરતા ૩ર વર્ષિય પાલીવાલ યુવાનને ગત મોડીરાત્રે ડેરીની બાજુમાં જ આવેલ પેટ્રોલ પપં પાસે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઇ છે. છ દિવસ પૂર્વે દુધના પીકઅપ વાનના વારા અને ગાળો બોલવા બાબતે થયેલ માથાકૂટના મામલે નજીકના જ રાજપરા ખોડીયાર ગામના ભોપા ભરવાડ નામના શખ્સે હત્યા કરી નાખ્યાનું ખુલ્યુ હતું.

ભાવનગર જિલ્લામાં અમુલ ડેરીનું કામ સંભાળતી સિહોર ખાતે આવેલ સર્વેાત્તમ ડેરીમાં ભાવેશભાઇ બાલાશંકર જોશી (ઉ.વ.૩ર) ઓફીસ કામ સંભાળી રહ્યા હતા અહીં આવતા દુધ ભરવા અને દુધ લેવાના પીકઅપ વાનનો ક્રમ સાચવવાનો અને અન્ય કામ તેઓના શીરે હતુ. ભાવેશભાઇને છ દિવસ પૂર્વે રાજપરા ખોડીયાર ગામના એક શખ્સ સાથેે ગાળો બોલાવી તેમજ પીકઅપવાન વારામાં લેવા બાબતે બોલાચાલી થઇ હતી. આ મામલે બુધવારે મોડીરાત્રે બે કલાકે તેઓ પોતાની ડયુટી પુરી કરી ડેરીની બહાર નીકળ્યા હતા ત્યારે આ શખ્સે બાજુના જ પેટ્રોલ પપં પાસે તેમને છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના જીવલેણ ઘા ને કારણે ભાવેશભાઇનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

મૃતક તળાજાના સમઢીયાળા ગામનો વતની અને સથરા–પીપરલામાં સાસરૂ ધરાવે છે. હજુ અઢી વર્ષ પૂર્વે જ આ પાલીવાલ યુવાનના લગ્ન થયા હતા અને સંતાનમાં એક દીકરી ધરાવે છે બનાવને લઈ ભારે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે ઘટનાને બનાવ બાદ તુરંત મધરાત્રીએ જ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, હરિભાઈ જોશી સહિત આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા બનાવમાં પોલીસે કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો

બોક્સ..

ભાવેશના હત્યારાને પોલીસે ખોડીયાર તળાવ પાસેથી કલાકોમાં દબોચી લીધો

ગઈકાલે મધરાત્રીના સિહોરના સર્વોત્તમ ડેરીના કર્મચારીની હત્યા મામલે પોલીસે હત્યારાને કલાકોમાં દબોચી લીધો હતો થોડા દિવસ પહેલા સર્વોત્તમ ડેરીમાં કર્મચારી અને વાહન ચાલક વચ્ચે સામાન્ય ગાળાગાળી અને દૂધ વાહનના ક્રમ બાબતે થયેલી સામાન્ય માથાકૂટ હત્યામાં પરણીમી છે સર્વોત્તમ ડેરીના કર્મી ભાવેશનું ડેરી પાસેના પેટ્રોલપંપ નજીક છરીના ઘા જીકી હત્યા કરનાર ભોપા ભરવાડને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો હતો હત્યા મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સિહોર ખાતે દોડી આવ્યો હતો હત્યાના પગલે પોલીસે હત્યારાને ઝડપી પાડવા સિહોર પોલીસ અધિકારી કેડી ગોહિલ અને સ્ટાફે ઠેર ઠેર દરોડા પાડીને બાતમીના આધારે ભોપાભાઈ બુધાભાઈ કસોટીયા રહે શામપરા ખોડિયાર વાળાને ગણતરીના કલાકોમાં ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here