સિહોર સર્વોત્તમ ડેરીના કર્મી ભાવેશની હત્યા કરી જીવ લેનાર જેલ હવાલે

હરેશ પવાર
સિંહોરની સર્વોત્તમ ડેરી નજીક ગઇકાલે બનેલી ઘટનાને લઈ ભારે ચકચાર જાગી છે સર્વોત્તમ ડેરીના કર્મી ભાવેશની હત્યા કરનાર ભોપા ભરવાડને જેલ હવાલે કરવાનો કોર્ટ હુકમ કરાયો છે સામાન્ય બોલાચાલીમાં સિહોરના સર્વોત્તમ ડેરી નજીક ગઇકાલે ડેરીના કર્મી ભાવેશને આંતરી ધડાધડ છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો બનાવને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બનાવને લઈ ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો બનાવમાં હત્યારાને ઝડપી પાડવા પોલીસે અલગ ટિમો બનાવી હતી તે દરમિયાન ભાવેશનો જીવ લેનાર ભોપા ભરવાડને ખોડીયાર તળાવ પાસેથી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ પકડી પાડ્યો હતો જેઓને આજે સિહોર કોર્ટમાં રજૂ કરતા નામદાર અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here