ટયુશન ક્લાસ ચાલુ છે કે નહી તે જોવા સિહોર શહેર નગરપાલિકા કચેરી ટીમોને ચેકિંગ કરવા સૂચના

દેવરાજ બુધેલીયા
કોરોના વાઈસરના જોખમ સામે સાવચેતીના ભાગરુપે શાળા-કોલેજોમાં ૨૯ માર્ચ સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ અપાયો છે.ટયુશન ક્લાસિસને પણ આ આદેશ લાગુ પડે છે. શાળા – કોલેજો અને યુનિવર્સિટીઓમાં તો શિક્ષણકાર્ય બંધ છે પણ છુટા છવાયા આવેલા ટયુશન ક્લાસ વિદ્યાર્થીઓને ભણવા માટે ફરજ પાડે છે કે કેમ તેની ચકાસણી કરવા માટે આજે તંત્રે કાર્યવાહી કરી હતી શહેરમાં કોઈ સંચાલકોએ ટયુશન ક્લાસ ચાલુ રાખ્યા છે કે કેમ તેની ચકાસણી આજે હાથ ધરવામાં આવી હતી સિહોર નાયબ કલેકટરની સૂચના પ્રમાણે નગરપાલિકા કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે અને ચકાસણી હાથ ધરાઈ છે આ ટીમ દ્વારા વિવિધ ટયુશન ક્લાસિસ ચકાસણી હાથ ધરાઈ હતી.સૂત્રોનુ કહેવુ હતુ કે, જો કોઈ ટયુશન ક્લાસ ચાલુ હોય તો તેને તાત્કાલિક સીલ મારી દેવાની સૂચના પણ ઉચ્ચસ્તરે થી આપવામાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here