સિહોર માળી પાર્ટી પ્લોટ ખાતે શ્રી મારૂદેવા પક્ષી ટ્રષ્ટ દ્વારા કાર્યક્રમ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર માળી પાર્ટી પ્લોટ ખાતે મારૂદેવા પક્ષી ચણ ટ્રસ્ટ સિહોર દ્રારા જીવદયાની સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલા મહાનુભાવો તથા સ્વયંસેવકો નો અભિવાદન સમારોહ યોજાયો હતો સિહોર શહેરની નામાંકિત સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ અને શ્રેષ્ઠીશ્રીઓની વિશેષ હાજરીમાં કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન થયું સિહોરના જીવદયા પ્રેમીઓના સાથ-સહકારશ્રી છેલ્લા ૨૫ વર્ષથી શરૂ થયેલ શ્રી મારૂદેવા પંખી ચણ ટ્રસ્ટ ના રજત જયંતિ પર્વ નિમિત્તે તેમજ ટ્રસ્ટના નવ નિયુક્ત ઉત્સાહી અને ઉદાર દિલના જૈન અગ્રણી શ્રી નિલેશભાઈ પ્રતાપરાય શાહના સન્માન સત્કાર સાથે સદગત ટ્રસ્ટીઓના શ્રધ્ધાંજલી કાર્યક્રમ અને આમંત્રિત મહાનુભાવોના પ્રેરક પ્રવચન સાથે સેવાના ક્ષેત્રમાં નિ:સ્વાર્થ ભાવે તન,મન,ધનથી યોગદાન આપનારા કાર્યકર્તાઓનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here