હાલ પૂરતા મેળાવડા બંધ કરવા તેમજ ભીડ વાળા કાર્યક્રમમો મોકૂફ રાખવા અને શહેરમાં સાફસફાઈની તાકીદ રાખવા વિપક્ષની માંગ, આવેદનપત્ર પાઠવી રજૂઆત

હરીશ પવાર
સિહોર નગરપાલિકા વિપક્ષના નેતા કિરણભાઈ ધેલડા મુકેશ જાની સહિત સાથી સદસ્યોની દ્વારા કોરો-ના મામલે તકેદારી રાખવાની માંગ સાથે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવાયુ છે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ જે ભરડો લીધો છે અને જેના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.તે હાલમાં ભારત દેશ અને સમગ્ર ગુજરાતમાં પણ કોરોના વાઈરસના દદીઁઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે.આ વાઈરસ એટલી બધી ઝડપથી પ્રસરી રહ્યો છે કે સરકારશ્રીએ અગમચેતીના ભાગરૂપે આ વાઈરસને પ્રસરતો રોકવા માટે તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી છે.

જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પાટીઁ પ્લોટો,કોમ્યુનિટી હોલ,સિનેમા ધરો,સ્કુલો,કોલેજો તેમજ ધામીઁક સ્થાનો ઉપર ભીડ ભેગી ન થાય તેના માટે જરૂરી આદેશો સરકારી સંસ્થાઓને કરવામાં આવ્યા છે અને જેની કડક અમલવારી કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા પાટીઁ પ્લોટો, ટાઉનહોલ તેમજ દરેક સમાજની વાડીઓમાં થતા મેળાવડાઓ કે પ્રસંગોની ઉપર સરકારશ્રીની સુચના મુજબ પાબંધી લગાવવા માટે જરૂરી આદેશો નગરપાલિકા તરફથી કરવામાં આવે તેમજ નગરપાલિકા હસ્તકના ટાઉન હોલમાં પણ જે લોકોની ડીપોઝીટ લેવામાં આવેલ છે.

તે લોકોને આ અંગેની અગાઉથી જાણ કરી તેમના પ્રસંગો તારીખો રદ કરવા અંગેની જાણકારી આપવી તેમજ જાહેર બગીચાઓ જેવી જગ્યાઓએ લોકો એકઠા ન થાય અને આવી જગ્યા ઉપર ખાણીપીણીની બજારો ભરાતી હોય તો તેને બંધ કરવાના આદેશ કરવામાં આવે. સમગ્ર શહેરમાં ફોગીગ મશીનનો ઉપયોગ કરી અનૂ પાણી જન્ય રોગો થતા અટકાવવા મચ્છરોના નાશ કરવાના જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવવા તંત્રના કર્મચારીઓને આદેશ કરવાની રજૂઆત વિપક્ષ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here