શહેરનાં મેડિકલ સ્ટોરમાં જથ્થો ખાલી થઈ ગયો, મોટાભાગના મેડિકલ સ્ટોરમાં જથ્થો ઉપલબ્ધ નહિ, ફીફા ખાંડતું તંત્ર

શંખનાદ કાર્યાલય
કોરોનાની મહામારી સામે સાવચેત રહેવા લોકોમાં માસ્કની ડિમાન્ડ નીકળી છે પણ સિહોરના મેડિકલ સ્ટોરમાં માસ્ક મળતા નથી. કેટલાક સ્ટોરમાં તો માસ્કના કાળાબજાર થઈ રહયા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. સરકારી તંત્રે દરેક શહેરમાં માસ્કનો પુરતો જથ્થો છે અને દરેક મેડિકલ સ્ટોરમાં મળશે તેવા કરેલા દાવાઓ દિવસમાં જ પોકળ સાબીત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here