કોરોનાને લીધે લોકો મુસાફરી ટાળી રહ્યા છે

હરેશ પવાર
કોરોના વાઈરસને લઈ હવે તમામ લોકો જાગૃત બન્યા છે ત્યારે રેલવેમાં મહિનાઓ પહેલાથી જ ટિકિટો કરાવનારા મુસાફરો હવે ધડાધડ ટિકિટો કેન્સલ કરવા માંડયા છે રેલવેના સુત્રોનુ કહેવું છે કે અગાઉ મહિનાઓ પહેલા થયેલ ટીકીટ બુકો હાલ દરરોજ મોટાભાગની કેન્સલ થઈ રહી છે. લોકો બહારના રાજ્યની મુસાફરી ટાળી રહ્યા છે. ખાસ કરીને વેકેશનનો પીરીયડ હોવાથી તમામ લોકોએ બહાર ફરવા જવાનો પ્લાન અગાઉથી જ કર્યો હતો.

પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ખાસ કરીને  બાળકો અને વૃધ્ધોને ઘરમાં જ સાચવી રહ્યા છે. હાલ સિહોર સહિત જિલ્લામાં રેલવેમાં ટિકિટોનું બુકિંગ દરરોજ કેન્સલ થઈ રહ્યું છે. ટ્રેનો ખાલીખમ, કેન્ટીનનના ધંધામાં મંદીનો માહોલ છવાયો છે સિહોર રેલવે સ્ટેશન ઉપર આવતી તમામ ટ્રેનોમાં મુસાફરો નહિવત હોય છે. જેના લીધે કેન્ટીનોનો ધંધો પણ પડી ભાગ્યો છે. હાલ રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here