આજે બજારોમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી, આવતીકાલે રવિવારે રાત્રે ૯ પછી પણ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તંત્ર દવારા અનુરોધ.

સાંજે ૫ વાગ્યા ઘરના ફળિયામાં કે ગેલેરીમાં થાળી કે વાજિંત્રો વગાડી ફરજ પરના કર્મચારીઓને બિરદાવવા પણ અપીલ

દેવરાજ બુધેલીયા
તા.રરને રવિવારે જનતા કર્ફયુ માટે સિહોરની જનતા તૈયાર થઇ ગઇ છે. શુક્રવારે વડાપ્રધાને કરેલી અપીલના પગલે લોકોએ સ્વયંભુ તેમને ટેકો આપી તૈયારી આદરી દીધી હતી. સોશ્યલ મિડીયામાં પણ જનતા કર્ફયુને પોતાનો ટેકો જાહેક કર્યેા હતો. શનિવારે આ કર્ફયુ જ નહીં પરંતુ દેશમાં કોરોનાની મહામારીનું ચિત્ર જે નજર સામે આવ્યુ છે તેને ધ્યાનમાં લઇ લોકોએ જીવન જરૂરીયાતની વસ્તુની ખરીદી અને અન્ય કામો આટોપી લેવા દોડધામ મચાવી હતી. શુક્રવારે સાંજથી જ એટીએમ પર રોકડ નાણાં હાથવગા કરવા લોકોની ભીડ જોવા મળી હતી.

તો કરીયાણા અને નાસ્તા, ફરસાણની દુકાનોમાં પણ ભારે ખરીદદારી જોવા મળી હતી. શાકભાજીની લારી અને મોલમાં પણ આ જ સ્થિતિ હતી. લોકો પરેશાન થઇ રહ્યા હતા પરંતુ સમગ્ર વિશ્ર્વની જે સ્થિતિ છે તે ભારતમાં ન થાય અને આ મહામારી સામે અગમચેતી રાખવાના પગલારૂપે સરકારે જે નિર્ણય જાહેર કર્યેા છે તેની સરાહના પણ કરી રહ્યા હતા. શુક્રવારે જાહેર કરાયેલા આદેશ મુજબ શનિવારે મોટાભાગના વિસ્તારોમાં પાન–માવાના ગલ્લા બધં જોવા મળ્યા હતા.

તો અન્ય દુકાનોએ પણ આજે પણ સ્વયંભુ બધં પાળી તકેદારી જાળવી હતી. રવિવારે સવારે સાતથી રાત્રે ૯ સુધી જનતા કર્ફયુ છે તેમાં સાથ આપવા તંત્રએ અપીલ કરી છે તો રાત્રે ૯ પછી પણ ઘરની બહાર નીકળી ટોળાઓ ન કરવા અને ઘરમાં જ રહી સંયમ જાળવવા તંત્રએ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here