કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહે પણ સમર્થન આપ્યું કહ્યું આમાં રાજનીતિ નહિ, અમારું સમર્થન છે, નગરસેવક ચેરમન વિક્રમ નકુમ અને દીપશંગભાઈ દ્વારા પણ આવતીકાલ માટે લોકોને અપીલ

હરીશ પવાર
કોરોના વાયરસ અંગે જાગૃતિ લાવવાના હેતુસર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને માન આપી આવતીકાલે રવિવારે તા.૨૨ના સવારે ૭થી રાત્રિના ૯ સુધી જનતા કર્ફયુના એલાનને સફળ બનાવી વાઈરસને ફેલાતો અટકાવવામાં આપણે સૌ જાતે તેમાં જોડાઈ અને જન જાગૃતિના આંદોલનને વેગ આપીએ તેમ સિહોર નગરપાલિકાના પ્રમુખ દીપ્તિબેને જણાવ્યું હતું એક દિવસના કર્ફયુથી સમગ્ર દેશની જનતામાં આ વાઈરસ અંગેની જાગૃતિ આવશે અને આ મહામારીનો વાઈરસ પહેલા તો અટકશે. તા.૩૧ માર્ચ સુધી જુદી જુદી અપીલોને ધ્યાનમાં રાખીને જાહેર મેળાવડા વધુ પડતા લોકોને ભેગા થવું સમારોહ વગેરેથી દૂર રહેવું અને લક્ષણો દેખાય.

તો આપણા ફેમિલી ડોકટરનો સંપર્ક કરીને ભય મુકત બનવા સૌ કોઈનું સમર્થન રહેલું છે ત્યારે આવતીકાલે ૨૨ માર્ચ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યુ ની જાહેરાત કરી છે તેના પગલે સિહોર નગરપાલિકાના ચેરમેન નગરસેવક વિક્રમભાઈ નકુમ દ્વારા જનતા કરફ્યુનું પાલન કરવા અનુરોધ કર્યો છે કોરોના વાઇરસ સામે આપણે સૌ જનતા કરફ્યુ ને સમર્થમ આપીએ ત્યારે સિહોર શહેર પ્રમુખ જયદીપસિંહ ગોહિલ દ્વારા વડાપ્રધાન મોદી દ્વારા જનતા કફર્યુંના આહવાન બાદ સમર્થન આપ્યું છે જનતા કરફ્યુનું એલાન છે તેનું આપણે બધા પાલન કરીએ અને કોરોના આ વિશ્વ વ્યાપી મહામારીને લક્ષમાં રાખીને સાવચેતી રાખવી અનિવાર્ય છે ત્યારે આ બાબતે કોઈ રાજનીતિ નહિ કરવા પણ જયદીપસિંહે જણાવ્યું હતું જ્યારે દીપશંગભાઈ દ્વારા પણ લોકોને આવતીકાલ માટે અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here