કોરોના વાઇરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સિહોરમાં વિદેશથી આવતા લોકોની તંત્રની ખાસ નજર

હરેશ પવાર
સિહોર શહેરમાં વિદેશથી આવેલા ૬ પરિવારના મકાનોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૬ પરિવારો કોરોન્ટાઇન હેઠળ છે અને જે વ્યકિતઓને તંત્રની દેખરેખ હેઠળ ઓબ્ઝેર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ અંગેની વિગતો મુજબ અત્યાર સુધીમાં વિદેશથી આવેલા પરિવારો અને સિહોરમાં આવેલા સ્થાનીક તેમજ વિદેશ નાગરીકોની માહિતી મેળવી અને આરોગ્ય તંત્ર દ્વારા આવા લોકોનાં આશ્રયસ્થાન ઉપર જઇ અને હકીકત તપાસી જયાં આ લોકો રહ્યા છે.

તે મકાનને કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી પુરજોશથી શરૂ કરવામાં આવી છે. હાલ ૬ પરિવારોને કોરોન્ટાઇન કરાયા છે.જે વ્યકિતઓને સરકારી તંત્ર દ્વારા મેડીકલ ઓબ્ઝેર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જે લોકો વિદેશથી આવ્યા છે.આવા લોકોને નાગરીકોનાં સહકારથી સોધી કોરોન્ટાઇન કરવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરાય છે.તેમજ જયાં જરૂરી લાગે તે વિસ્તાર કે સોસાયટીનાં કોરોન્ટાઇન થયેલ મકાનોનાં આસપાસ વિસ્તારો સ્ટરીલાઇઝડ કરવા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here