લોકો ઘરની બહાર નીકળ્યા નહીં: આજથી લોકડાઉનનો અમલ, કોરોનાના કહેરથી બચવા સિહોરીઓ સંગઠિત થયા

દેવરાજ બુધેલીયા – હરીશ પવાર

સિહોર સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના હાહાકાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફ્યૂની અપીલને સિહોરના તમામ વિસ્તારમાં સ્વયંભૂ જબ્બર પ્રતિસાદ સાંપડયો હતો. શહેરના તમામ વિસ્તારમાં ગઇકાલે રવિવારે વહેલી સવારથી જ રસ્તા સુમસામ જોવા મળ્યા હતા. જેના કારણે સિહોર જડબેસલાક બંધ રહ્યું હતું. જોકે, આજથી જિલ્લાને લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે, તેના કારણે હવે રસ્તા પર લોકો નહીં જોવા મળે તેવી કામગીરી કરવા માટે તંત્ર મક્કમ બની ગયું છે.

કોરોનાના કહેરથી બચવા માટે અને તેના વાયરસની સાયકલ તોડવા માટે રવિવારના દિવસે જનતા કરફ્યૂની અપીલ અસરદાર સાબિત થઈ છે. કોરોનાથી ગભરયેલા લોકોએ સ્વયંભૂ કરફ્યૂનો અમલ કરી દીધો હતો. આઝાદી બાદ પહેલી વાર સિહોર સહિત ભારતમાં સૌથી મોટું આંદોલન હોય તેમ ગઈકાલે દિવસ દરમિયાન જનતા કરફ્યૂમાં સિહોર આખુ બંધ જોવા મળ્યું હતું. માત્ર મેડિકલ દવાની દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here