ત્રણ દિ’ નગરજનોને ઘરમાં જ રહેવું, અન્યથા આકરી કાર્યવાહીઃ સિહોર પીઆઇ ગોહિલની શહેર પર નજર

હરિશ પવાર
કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હોઇ સમગ્ર તંત્ર લોકોને સચેત રહેવા સુચના આપી રહ્યું છે. ૨૫ માર્ચ સુધી સિહોર સહિત જિલ્લાને પણ બીજા શહેર સાથે લોકડાઉન કરવામાં આવ્યું હોઇ સિહોર પીઆઇ કે ડી ગોહિલ દ્વારા કડક શબ્દોમાં સિહોરના નગરજનોને હુકમનું પાલન કરવા અને ત્રણ દિવસ હજુ ઘરમાં જ રહેવા તાકીદ કરી છે. આ હુકમનો ભંગ કરનારા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેમ પણ જણાવ્યું છે. ગઇકાલે રવિવારે જનતા કફર્યુનું સિહોરવાસીઓએ પાલન કર્યુ હતું.

એ જ રીતે હવે ૨૫મી સુધી પાલન કરવાનું રહેશે. સિહોર પીઆઇ કે ડી ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે દુધ, શાકભાજી, દવા, કરિયાણા લેવા જવાનું થાય તો ઘરમાંથી કોઇ એક વ્યકિતએ જ બહાર નીકળવું. શાકભાજી, કરિયાણા, મેડિકલ સ્ટોર સિવાયની કોઇપણ દુકાન ખોલી શકાશે નહિ. લોકોને જીવન જરૂરી વસ્તુ લેવા માટે બહાર નીકળવું જ પડે તેમ હોય તો એક બીજાથી અંતર રાખવું જરૂરી છે.

વિદેશથી આવતી વ્યકિતએ પણ સામેથી સરકારી હોસ્પિટલ કે કન્ટ્રોલ રૂમમાં જાણ કરી કવોરન્ટાઇન રહેવું ફરજીયાત છે. ૨૫મી સુધી જો લોકો કારણ વગર બહાર નીકળશે તો પોલીસ સખ્ત કાર્યવાહી કરશે તેમ શ્રી સિહોર પોલીસ અધિકારી કે ડી ગોહિલ દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here