સિહોરીજનો બેપરવાહ બન્યા, જનતા કરફ્યુની અસર ઘટી, લોકો રસ્તા પર વાહનો લઈ નીકળી પડ્યા, પોલીસ લોકોને સમજાવી રહી છે

મુખ્યમંત્રી સાથે રાજ્યના ૮ જિલ્લા કલેક્ટરોની થેયલ કોન્ફરન્સ બાદ નિર્ણય, દૂધ શાકભાજી મેડિકલ સુવિધાઓ શરૂ રહેશે, તમામ ધંધા રોજગાર બંધ રહેશે, સવારથી ખુલ્લી બજારો બંધ તંત્ર બંધ કરાવી

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાયરસની મહામારી દિવસેને દિવસે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવતી જાય છે. ગુજરાતની સ્થિતિ હજુ કાબુમાં છે પરંતુ વધુ વકરે નહીં તે માટે અગમચેતીના પગલા જરૂરી છે ત્યારે સિહોર ભાવનગર શહેર–જિલ્લામાં પણ તા.રપ સુધી લોકડાઉન જાહેર કરી દેવાયું છે. રર માર્ચ સુધીમાં ગુજરાતમાં ૧૮ કેસ હતા જેમાં આજે તા.ર૩ના બપોર સુધીમાં જ ૧ર કેસનો વધારો થયો છે ત્યારે મુખ્યમંત્રીએ આઠ જિલ્લાના કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ રોગને અટકાવવા તા.રપ સુધી જીવન જરૂરી ચીજવસ્તુ સિવાયના તમામ ઉધોગ–ધંધાને લોકડાઉન એટલે કે બધં રાખવાનુ સુચન કરેલ છે. ત્યારે આજે સિહોરની જનતા બેપરવાહ બની છે.

સ્થિતિ ગંભીર બનતી હોવા છતાં લોકો હળવાઈશ થી લઈ રહ્યા છે એક દર સરકાર અને તંત્ર લોકોને બહાર ન નીકળવા અપીલ કરે છે તો બીજી તરફ સિહોરીજનો કોરોના- ને હળવાઈશ થી લઈ રહ્યા છે અને ઘરમાં બહાર લોકો બિન્દાસ ફરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા બજારમાં ફરીને લોકોને સમજાવી ધંધા રોજગાર બંધ કરાવી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે અને જિલ્લા કલેકટરે પણ લોકડાઉન અંગે સમર્થન આપી જાહેરનામુ પ્રસિધ્ધ કરાયાનું જણાવ્યું છે આમ તા.રપ સુધી સમગ્ર જિલ્લામાં લોકડાઉન રહેશે જ્યારે દૂધ શાકભાજી ફ્રુટ મેડિકલ સુવિધાઓ શરૂ રહેશે, બાકીના તમામ ધંધા રોજગાર બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here