આ વીક કટોકટી ભર્યુ છેઃ લોકોની જાગૃતિ જરૂરી છે: સહકાર માટે સિહોરના તંત્ર અધિકારી અને પ્રથમ નાગરિક દ્વારા અનુરોધ

હરેશ પવાર
આ વીક કટોકટી ભર્યુ છે અને લોકોની જાગૃતિતા જરૂરી છે અને સિહોરના લોકોને સહકાર માટે સિહોરના તંત્ર અધિકારી નાયબ કલેકટર રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામા, ચીફ ઓફિસર બરાડ, અને શહેરના પ્રથમ નાગરિક દીપ્તિબેન દ્વારા અનુરોધ કરાયો છે તંત્ર અધિકારીઓ દ્વારા જણાવ્યું છે કે આ વીક કટોકટી ભર્યુ છે, લોકોની જાગૃતિ અત્યંત જરૂરી છે, ઇમરજન્સી હોય તો જ ઘરની બહાર નીકળે, ૪ થી વધુ વ્યકિત ભેગી ન થાય… સંસ્થાઓ જાગૃત બને, જાગૃતિ જ જરૂરી છે. અને તો આપણે જીતી જઇશું તે પણ હકિકત છે. સિહોર અને પંથકમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ સિવાય તમામ ધંધા-રોજગાર-દુકાનો રપ મી સુધી બંધ રાખવા જાહેરનામું બહાર પાડયું છે.

આજથી રપ મી માર્ચ સુધી એસ. ટી. બસો બંધ છે, પરંતુ ખાનગી – ટ્રાવેલ્સ – ટ્રાન્સપોર્ટરો – ધંધાર્થીઓ પણ બંધ રાખે – સહકાર આપે તે જરૂરી છે, ટ્રાવેલ્સના ધંધાર્થીઓ ઇમરજન્સી હોય તો જ વાહનો દોડાવે. જેથી કરીને કોઇ મુશ્કેલી ઉભી ન થાય. તંત્ર દ્વારા અપીલ કરી હતી કે સંસ્થાઓ જાગૃત બને, જેમને કોરોનટાઇન કરાયા છે તેમના ઘરે અથવા તો જરૂરીયાતમંદ લોકોને વસ્તુ પહોંચાડવા ટોળા એકઠા ન કરો તેમના ઘરે-ઘરે જઇને વસ્તુઓ પહોંચાડો.

જેથી કરીને ૪ થી વધુ વ્યકિત એકઠી ન થાય. ઉકાળા કે એવી વસ્તુ આપતી સંસ્થા પણ લોકોના ટોળા ભેગા ન કરે, લોકોને ઘરે મદદ કરો… ટોળા એકઠા થશે તો આખો અર્થ સરી જશે. ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ રપ મી સુધી બંધ રહેનાર છે, તેમના લેબર ને રજા અપાઇ છે, આ લેબર લોકો પણ ઘરમાં જ રહે, બહાર ન નીકળે, તેમના ઘરે ઉદ્યોગો દ્વારા વસ્તુઓ પહોંચાડાય તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here