જનતા કફર્યું વચ્ચે સિહોરની એવી સત્ય ઘટના જે આપને વિચારતા કરી મુકશે, મહિલા પ્રમુખે બરાબર એમની ફરજ નિભાવી

હરેશ પવાર
વિશ્વભરમાં ફડફડાટ ફેલાવતો કોરોના વાયરસ માનવજાત સામે પડકાર ફેંકી રહ્યો છે. હજારો મોત ભયાનક વાતો અને ફફડાટ ફેલાવતા સમાચારોથી સૌ કોઈ સુન્ન છે. કોરોનાને અટકાવવા દવા છંટકાવ, આરોગ્ય તપાસ, આઇસોલેશન તેમજ ક્વોરન્ટાઇન જેવા પગલાં લેવાઈ રહ્યા છે. જે પગલે ભારતમાં પણ જનતા કફર્યું લાગુ પાડવામાં આવ્યું જેને સફળ પ્રતિસાદ મળ્યો..ગઇકાલે સિહોરની સડકો સુમસામ અને વાતાવરણ ભેંકાર ભાસતું જોવા મળ્યું.

ડર સમજી શકાય તેવો અને વ્યાજબી પણ છે. ડરના માર્યા લોકો ઘરમાં પુરાઈ પોતાને બચાવી રહ્યા છે. રખેને આ કફર્યું લાબું ચાલે તો એ ભયે ઘરમાં જરૂરિયાતનો સામાન જરૂરથી પણ વધુ એકઠો કરવાનું કાર્ય પણ લોકો એ કર્યું. આ બધી વાતો વચ્ચે સિહોરમાં માનવતા અને દરિયા-દિલી પણ જોવા મળી હતી…જોકે આ માનવતા ભારે પણ પડી શકે તેમ હતી..કેમકે વાઇરસ ભલાઈને ભરખે નહીં એવું નથી હોતું.

છતાં કોરોનાનો ભયંકર ડર પણ સેવા અને સતકર્મોને રોકી શક્યો નહીં…જીવન જોખને કામ પર સતત પોતાની નિષ્ઠાથી ફરજ બજાવી રહેલા પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી, હોસ્પિટલ કર્મીઓ, આરોગ્ય વિભાગ, પત્રકારમિત્રો આ જનતા કરફ્યુમાં અડીખમ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સિહોર નગરપાલિકાના પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીએ આ ફરજ પરના લોકોને શરબત ઠંડા પાણી અને ફ્રુડ પેકેટનું વિતરણ વ્યવસ્થા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here