પાકને નુકસાન થવાની ભીતિ, ખેડૂતોમાં ફરી ચિંતાની લકીર

દેવરાજ બુધેલીયા
એક તરફ કોરોના એ કહેર મચાવ્યો છે ત્યાં બીજું બાજુ સિહોર શહેર પંથક જિલ્લામાં સોમવારે સમી સાંજે તેજ પવન ફંકાવા સાથે વીજળીના ચમકારા અને ગાજવીજ થઈ હતી. સિહોર શહેરમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ પડ્યો હતો બીજી તરફ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પણ વાતાવરણ માં પલ્ટો જોવા મળેલ. આજે સવારથી વાતાવરણમાં બફારો અનુભવાયો હતો. ગઇસાંજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. સુસવાટા મારતા પવન અને આકાશમાં વિજળી વચ્ચે રોડ ભીંજાવી દે તેવા છાંટા વરસ્યા હતા.

વાતાવરણે એકાએક પલ્ટો મારતા બપોર સુધી ગરમીનો અનુભવ કરતા શહેરીજનોને ઠંડકને કારણે રાહત મળી હતી. ત્યારબાદ ઝરમર વરસાદના કારણે ખેતીના ઉનાળુ મોલને નુકશાન થવા ઉપરાંત લોક આરોગ્યને નુકશાનીની દહેશત ઉભી થઇ હતી. પંથકમાં પણ મોસમે કરવટ બદલી હતી. વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન વચ્ચે શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા. જેના કારણે ખેડૂતોને ખેતરમાં ઉભા મોલ જેવા કે ઘઉં, ડુંગળી, દાણા, ઘાસચારાને નુકશાન થવા પામ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here