જરૂરીયાત વગર બહાર રોડ ઉપર નીકળતાં લોકો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે- પોલીસ સ્ટેન્ડ ટુ

દેવરાજ બુધેલીયા
ગુજરાતમાં ૩૧ માર્ચ સુધી લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બિનજરૂરી રીતે કોઈપણ વ્યકિતને અવરજવર ઉપર નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા છે. સિહોરના વિસ્તારોના તમામ પ્રવેશદ્વારો જોડતા તમામ હાઇવેને હાલ પોલીસે સીલ કરી દીધા છે અને પોલીસે હાઇવે ઉપર ચેક પોસ્ટ ઊભી કરીને સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે કોઈપણ વ્યકિત ઈમરજન્સી સિવાય હાઈવે ઉપર કે સિહોર શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબધં ફરમાવી દીધો છે. સિહોર માંથી પસાર થતા તમામ વાહન વ્યવહાર ઉપર પોલીસ ખાસ વોચ રાખી રહી છે. કોરોના વાઈરસને ડામવા માટે વહીવટી તત્રં અને પોલીસ તત્રં હરકતમાં આવ્યું છે.

ત્યારે સિહોરના હાઇવે ઉપર મુખ્ય પોઇટે પોલીસે તાત્કાલિક ધોરણે ચેક પોસ્ટ ઊભી કરી દીધી છે અને ઈમરજન્સી સિવાય આવન–જાવન ઉપર પોલીસે નિયંત્રણો લગાવી દીધા છે તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે માત્ર ટ્રાન્સપોર્ટ કરનારા વાહનોની અવરજવર ઉપર પણ પોલીસે પ્રતિબધં લગાવી દીધો છે ત્યારે ઈમરજન્સી સિવાય કોઈપણ વ્યકિત સિહોર શહેરમાંથી બહાર નીકળી શકશે નહીં કે શહેરમાં પ્રવેશી શકશે નહીં તે માટે સિહોર પોલીસ વિભાગના અધિકારીએ બંદોબસ્તમાં રહેલ સ્ટાફને સૂચના આપવામાં આવી છે મુખ્ય પ્રવેશતા રાજમાર્ગેા ઉપર પોલીસે ચેકિંગ કયુ હતું.

મોડી રાત સુધી પોલીસે ચેકિંગ કરીને ઈમરજન્સી સિવાયના વાહન ચાલકોને પ્રવેશ આપ્યો ન હતો. કામ વગર બિનજરી રીતે નીકળતા લોકોને લોક ડાઉન નો કડક અમલ કરાવવા માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિને શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. દુધના વાહનો, એમ્બ્યુલન્સ,  સહિતના ઈમરજન્સી વ્હીકલ સિવાય અન્ય કોઈ વાહનોને શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. બહારથી આવતા લોકોને પણ તેમની પુરતી ચકાસણી કરીને શહેરમાં પ્રવેશ અપાઈ રહયો છે લોક ડાઉનનો કડકપણે અમલ કરાવવા તમામ તંત્રો કામે લાગી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here