બપોરના ૧૨ પછી શહેર સુમસામ, લોક ડાઉન અને જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા સમગ્ર પોલીસ તંત્ર કામે લાગ્યું, જાણે કર્ફયુનો માહોલ સર્જાયો, ૩૧મી સુધી પોલીસતંત્ર આવો જ માહોલ કાયમ રહે તે માટે સતત કાર્યરત,

દેવરાજ બુધેલીયા
કોરોનાના કહેર સામે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૩૧મી સુધી લોકડાઉન જાહેર કરવામાં આવતાં અને તેનો કડક અમલ કરાવવાની સુચનાઓ મળતાં તમામ પોલીસ તંત્ર આ અમલવારી માટે કામે લાગી ગયું છે. લોકોને પ્રારંભે જ ઘરમાં રહેવા સુચનાઓ અપાઇ હતી અને સમજાવાયા હતાં. પરંતુ આમ છતાં અમુક લોકો સમજતાં ન હોઇ નાછુટકે રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. સિહોર શહેરમાં પણ પોલીસે તેની કકડ અમલવારી રાતના બારથી જ શરૂ કરાવી દીધી છે. જેના કારણે શહેરના આજ સવારથી શહેરમાં કર્ફયુ જેવો માહોલ સર્જાયો છે. પોલીસે લોકોને ફરજીયાત ઘરમાં જ રહેવા સુચના આપી છે. ચોક્કસ કે યોગ્ય કારણ વગર બહાર નીકળનારાઓ સામે પોલીસ આકરી કાર્યવાહી કરવા કટીબધ્ધ છે. સમગ્ર પોલીસ તંત્રને લોકડાઉનનો કડકમાં કડક અમલ કરાવવા આદેશો કરતાં આજે મંગળવાર સવારથી જ કડક અમલવારીનો પ્રારંભ થઇ ગયો છે. જેના કારણે સિહોર શહેરમાં સ્વયંભુ કર્ફયુ જેવો માહોલ સર્જાયો છે. આવશ્યક બાબતો સિવાયની તમામ અવર જવર બંધ કરવામાં આવી છે. તમામ પ્રકારના માલવાહક વાહનો ટ્રાન્સપોર્ટ, ગૂડઝ વ્હીકલ, કાર્ગો સહિત રાબેતા મુજબ ચાલુ રહેશે જેથી તમામ જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત ન ઉભી ન થાય.
જે સેવાઓ-વ્યકિતઓને આ લોકડાઊન લાગુ નહિ પડે તેમાં મેડીકલ સ્ટોર, કરિયાણાની દુકાનો, દુધ-શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તથા જરૂરી સરકારી સેવાઓ વિગેરે જેવી આવશ્યક સેવાઓનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here