સિહોર તાલુકા પંચાયત કચેરી ખાતે કેમ્પનું આયોજન, લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા
હરેશ પવાર
સિહોર તાલુકા પંચાયતમાં તાલુકા સામાજિક ન્યાય સમિતિ ઉપક્રમે અનુસૂચિત જાતિ જનજાતિ અને બક્ષીપંચના માટે તાલુકા કક્ષાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામડા ના પ્રશ્નો અને ફરિયાદ નિવારણ માટે સામૂહિક પ્રશ્નની ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા તમામ ગામડાઓ ના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા તેમાં સિહોર તાલુકા વિકાસ અધિકારી જી.જી. ગોહિલ ,ચેરમેન તાલુકા સામાજિક ન્યાય સમિતિ રેખાબેન મૂળજીભાઈ ચૌહાણ, વિસ્તરણ અધિકારી કિરણભાઈ દવે, હરિભાઈ પરમાર તાલુકા પંચાયત સભ્ય શ્રી, તેમજ વિવિધ ગ્રામ પંચાયતના ચેરમેનશ્રીઓ, દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.