સિહોર શહેર પોલીસ ૨૪ કલાક કાર્યરત-લોકો સહકાર આપેઃ પોલીસ અધિકારી કે ડી ગોહિલ

હરેશ પવાર
રાજ્યભરમાં લોકડાઉન જાહેર થયું છે ત્યારે સિહોરવાસીઓ તેનો કડક અમલ કરે તેવો અનુરોધ પોલીસ અધિકારી પીઆઇ કે ડી ગોહિલે કર્યો છે તેમણે કહ્યું હતું કે પોલીસ શહેરીજનો માટે ૨૪ કલાક કોઇપણ પરિસ્થિતિમાં કાર્યરત રહેવા કટીબધ્ધ છે, પરંતુ શહેરીજનોએ પણ તેના માટે પુરતો સહકાર આપવો અને કાયદાનું-લોકડાઉનના આદેશનું પાલન કરવું જરૂરી છે. પોલીસ અધિકારી ગોહિલે તાકીદ કરી છે કે કોરોના સંદર્ભે અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો સખ્ત ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. કોઇપણ વ્યકિત-સંસ્થા કોરોના વાયરસ વિશે ખોટી અફવા-માહિતી કોઇપણ પ્રકારના સોશ્યલ મિડીયા મારફતે ફેલાવશે તો તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સોશિયલ મિડીયામાં ફરતાં મેસેજીસ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. જેથી ખોટી અફવા ફેલાવનારા સામે ગુના દાખલ કરવામાં આવશે. શાળા-કોલેજોમાં સરકારે રજા જાહેર કરી છે. આમ છતાં અમુક વાલીઓ પોતાના સંતાનોને પ્રાઇવેટ ટ્યુશનમાં મોકલી રહ્યા હોય છે. જ્યાં અલગ-અલગ જગ્યાએથી આવતાં છાત્રો ભેગા થતાં હોઇ આવા કોઇ ટ્યુશન કલાસ પણ ચાલુ નહિ રાખવા અને વાલીઓ જ સમજીને સંતાનોને ટ્યુશનમાં ન મોકલે તેવું કરવું જરૂરી છે. પીઆઇ ગોહિલે જણાવ્યું હતું કે શહેર પોલીસ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે શહેર પોલીસ પ્રજાજનો માટે ૨૪ કલાક કોઇપણ પરિસ્થિતિમાં કાર્યરત રહેવા કટીબધ્ધ છે.

પરંતુ સિહોરવાસીઓએ પણ પોલીસના-સરકારના આદેશોનું ચુસ્ત પાલન કરી પોલીસ તંત્રને સહકાર આપવો એટલો જ જરૂરી છે.ભારતમાં કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે ૨૨મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા કર્ફયુ જાહેર કરતાં પ્રજાજનોને તેનો સજ્જડ અમલ કર્યો હતો. આ જ રીતે હવે ૩૧મી સુધી રાજ્યભરમાં લોકડાઉન થયું હોઇ તેનો અમલ કરવો અત્યંત જરૂરી છે. અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન નીકળવું એ જ ઉપાય છે. જો જાહેર જનતાને ઇમર્જન્સી મેડિકલ સહાયની જરૂર ઉભી થાય તો તેઓ પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર ઉપર ફોન કરી શકે છે. પોલીસ જરૂરિયાત લક્ષી સેવાઓ પુરી પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here