અનેક વિસ્તારોમાં કોરોનાની ગંભીરતા વગર લોકો ટોળે વળ્યા, લોકોને ઘર મોકલવા તંત્ર મેદાને પડ્યું, અહીંની પ્રજા કેટલી કાળજી વગરની છે તે દેખાઈ આવે છે સહેજ પણ ગંભીરતા નથી

દેવરાજ બુધેલીયા – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર સાથે સમગ્ર રાજ્યમાં આજે લોકડાઉનની ઐસી તૈસી કરી અનેક નાગરીકો અને એમાં પણ ખાસ કરીને યુવાનો પાન, માવા ખાવા, નાસ્તા કરવા અને લટાર મારવા નિકળી પડતા પોલીસે તેમને અટકાવી ઘરે જવા મજબૂર કર્યા હતા.સરકારે અનેક વાર વિનંતી કરી છતાં બહેરી પ્રજાને સરકારનો ગંભીર અવાજ સંભળાતો નથી. વિશ્વના દેશોમાં જ્યાં કોરોના કાળ બની વરસી ગયો છે તેના વીડિયો ખૂબ વાયરલ થયા છે. આપણા દેશની મોટી ચેનલો કોરોનાની ગંભીરતા બતાવા અનેક રીતે સમજાવે છે છતાં પ્રજા કોઈ પણ સંજોગે સમજવા કેમ તૈયાર નથી એ જ સમજાતું નથી.

પ્રજાની ઘોર બેદરકારી ને જોઈને જ રાજ્ય સરકારે પોલીસને છૂટો દોર દેવો પડ્યો છે. એટલે જ પોલીસે આજે દંડો હાથમાં લેવો પડ્યો છે. આજે સિહોરમાં લોકડાઉનની ઐસી તૈસી કરી અનેક નાગરીકો અને એમાં પણ ખાસ કરીને વેપારી દ્વારા ધંધા રોજગાર શરૂ કરી દેતા પોલીસ દ્વારા બંધ કરાવવા માટે દંડો ઉગામયો હતો કેટલાય સ્થળોએ પોલીસે ધોકા પછાડવા પડયા હતા. અધિકારીઓની વિનંતી છતાં શહેરમાં આજે ઘણાં નાગરીકો ઘરની બહાહ નિકળી પડયા હતા. તો શેરીએ, ગલીએ કોરોનાની કોઈ પણ ગંભીરતા વગર લતાવાસીઓ ટોળે વળ્યા હતા.

અનેક વિસ્તારોમાં તો યુવાનો, બાળકો ક્રિકેટ જેવી રમતો પણ રમવા લાગ્યા હતા. જેમ-જેમ જાણ થતી જતી હતી તેમ તેમ પોલીસ જે તે વિસ્તારોમાં જઈ ટોળે વળેલાઓને ભગાડી મુકતી હતી. આમ છતાં પોલીસના ગયા પછી ટોળે વળવાનો સિલસિલો શેરીઓ, ગલીઓ, લતાઓમાં અટક્યો ન હતો. પોલીસ જ્યારે અટકાવીને વાહન ચાલકોને ક્યાં જાવ છો તેમ પુછતી હતી ત્યારે મોટા ભાગે દવાઓ લેવાના બહાના બતાવતા હતા. જેની સામે પોલીસ પ્રિસ્ક્રીપ્શન માંગતા ગેંગે ફેંફે થઈ જતા હતા. આ જ રીતે શહેરભરમાં અનેક રિક્ષાઓ પણ ફરતી રહી હતી. જેની સામે ડિટેઈન અને દંડની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here