માસ્કના કાળા બજાર વચ્ચે માનવ સેવાર્થીઓ આવ્યા મેદાને-શહેરના છેવાડા ના માણસ સુધી પોહચશે માસ્ક

મિલન કુવાડિયા
હાલમાં કોરોના ની મહામારીનો લઈને બજારમાં માસ્ક તેમજ સેનેતાઈઝર ના કાળા બજાર થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ અછત પણ ઉભી થઇ રહી છે બજારમાં. લોકોને માસ્ક પહેરીને નીકળવું એ સાવચેતીના ધોરણે અગત્યનું છે તો માસ્ક બજારમાં ઉપલબ્ધ નથી. ત્યારે સિહોર કે જ્યાં આવી મહામારીમાં સિહોરમાં અનેક સેવાયજ્ઞ કરવા વાળા સેવાર્થીઓ આગળ આવી જાય છે. ત્યારે સિહોરના દરજી સમાજ દ્વારા એક અદભુત કામ આજે આરંભ કરવામાં આવ્યું છે.

સિહોરના દરજી સમાજના યુવકો પોતે હાથે બનાવેલા માસ્કનું વિતરણ સિહોર શહેરમાં કરી નાખ્યું છે. સિહોરની સરકારી કચેરીઓ, વિવિધ વિસ્તારમાં જઈને લોકો સુધી માસ્ક પહોંચાડવામાં આવ્યા હતાં આજે સિહોર શહેરમાં બે હજાર માસ્કનું હાથે બનાવેલા સારી ગુણવત્તા ધરાવતા માસ્કનું વિતરણ કરીને માનવતા મહેકાવી દીધી હતી. હજુ આગામી દિવસોમાં પણ માસ્કની જરૂર પડશે તો દરજી સમાજ સેવા કાર્ય માટે તતપર રહેશે. આજે સમાજના સેવાકાર્ય થી ખરેખર અન્ય લોકોને પ્રેરણા લેવા જેવું કાર્ય આરંભ કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here