કરીયાના, શાકભાજી, ફળો,દૂધ ડેરી સહિત જરૂરિયાત દુકાનો ના સમયપત્રક નક્કી કરાયું

નિયત કરેલા સમયનું ભંગ કરનાર વેપારી સામે કડક કાર્યવાહી તંત્ર હાથ ધરશે

હરેશ પવાર
કોરોના વાયરસ ને અટકાવવા ગઈકાલ રાત્રીના રાજ્યના પોલીસ વડા ઝા સાહેબ દ્વારા રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના પગલે આજે સવારે સિહોરમાં કરીયાના અને શાકભાજીના વેપારીઓને ત્યાં સવારથી ભીડો જામી ગઈ હતી. જેના પગલે આજે સિહોર પીઆઇ તેમજ ચીફ ઓફિસર દ્વારા બજારમાં નીકળતા લોકોની ભીડો જોઈને બપોરના સમયે વેપારીઓની તાત્કાલિક મિટિંગ ટાઉનહોલ ખાતે બોલાવી લેવામાં આવી હતી. જેમાં લોકો ખોટો ભય રાખીને બજારમાં એક સાથે ખરીદી ના કરે તેમજ લોકોને જીવન જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી એક સમય પત્રક વેપારીઓ માટે નક્કી કરી દેવામાં આવ્યું છે.

જેમાં શહેરમાં દૂધ/છાશ કેન્દ્રો સવારે ૬:૩૦ થી ૯:૩૦ તેમજ સાંજે ૭ થી ૯ સુધી જ ખુલ્લા રાખી શકાશે, અનાજ અને કરીયાના ની દુકાનો સવારે ૯ થી ૧૨ જ ખુલ્લી રહેશે, અનાજ દળવાની ચક્કીઓ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ જ ખુલ્લી રહેશે અને શાકભાજી દુકાનો, પાથરણા અને ફળો વાળા સવારે ૮ થી ૧૦ અને સાંજે ૪ થી ૬ ખુલ્લા રાખી શકશે અને જથાબંધ શાકભાજી ના વેપારીઓ સવારે ૬ થી ૮ દરમિયાન પોતાનો વેપાર શરૂ રાખી શકશે. આ મિટિંગ માં સિહોર નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સિહોર પોલીસ મથકના પીઆઇ હાજર રહ્યા હતા.

વેપારીઓને આ સમયપત્રક સમજાવીને કડક પણે અમલ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સમયપત્રક નો જો કોઈ વેપારી ભંગ કરશે તો તંત્ર દ્વારા તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રજાના હિત માટે થઈને તંત્ર દ્વારા કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. લોકોએ ખોટી અફવાઓ માં આવીને બહાર ખરીદી માટે નીકળવું નહિ. આ સમય મુજબ હરરોજ જીવન જરૂરી વસ્તુઓ શહેરમાં ઉપલબ્ધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here