સેવા એજ પરમો ધર્મ : સિહોર શહેરમાં માસ્ક કરીયાણુ – ટીફીન-નાસ્તાની સેવાનો ધોધ વહ્યો

દેવરાજ બુધેલીયા
સેવા પરમો ધર્મ’ ઉકિતને ફરી એક વાર સિહોરના લોકોએ ચરીતાર્થ કરી બતાવી છે. જયારે જયારે મદદની હાકલ પડે ત્યારે આ માયાળુ મલકના માનવીઓ સેવા માટે તૈયાર જ હોય છે. હાલ કોરોના વાઇરસના કારણે જનજીવનને મોટી અસર પહોંચી છે. રોજનુ કમાઇને રોજ ખાનારાઓના ચુલા બંધ થઇ ગયા છે. તેમના માટે અનેક સેવાભાવી યુવાનો સંસ્થાઓ સમાજો મેદાનમાં આવ્યા છે. રસોઇ માટેના તાવડા ધમધમી ઉઠયા છે.

કોઇ ભોજન માટે તો કોઇ મેડીકલ સહાય માટે સેવા યજ્ઞ ધમધમાવી રહ્યા છે. કોરોના વાઇરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે બહારગામથી આવેલ નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ તથા શ્રમજીવીકોને ભોજન-નાસ્તા તથા ચાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સેવાનો સોશ્યલ મીડિયા થકી પ્રચાર થઇ રહ્યો છે જેનો લાભ જરૂરીયાત મંદો લઇ રહ્યા છે અને આ સંસ્થા સમાજો અને યુવાનોની અનેરી સેવાઓને લોકો બીરદાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here