બસ અહિ જ જવું છે…નજીકમાં, દૂધ લેવા નીકળ્યા…અમસ્તા નીકળ્યા….હજુ પણ સિહોરમાં અમુક અણસમજુ સમજતા નથી

હરેશ પવાર
કોરોનાના કહેર સામે સમગ્ર ભારત દેશમાં ૨૧ દિવસ લોકડાઉન જાહેર કરાયું છે અને ગત રાતથી જ બધાને ફરજીયાત ઘરમાં રહેવા આદેશો કરવામાં આવ્યા છે આમ છતાં આજે સવારે લોકો કોઇપણ જાતના ગંભીર કે ઇમર્જન્સી કારણ વગર બાઇક લઇને આટાફેરા કરવા નીકળી પડ્યા હતાં. મોટા ભાગનાએ અહિ નજીક જ જવું છે, અમસ્તા જ નીકળ્યા…તો અમુકે દૂધ લેવા નીકળ્યા તેવા બહાના ધર્યા હતાં. પોલીસે તમામને સમજાવીને ઘરે જવા રવાના કર્યા હતાં. આવું શહેરમાં અનેક ઠેકાણે સવારે જોવા મળ્યું હતું. લોકો જો સમજીને સાથ સહકાર નહિ આપે તો પોલીસ નાછુટકે આકરો રસ્તો અપનાવવા મજબુર થશે. કોરનાના સંક્રમણને અટકાવવા સોૈ કોઇ ઘરમાં જ રહે એ એક જ રસ્તો છે. સમજુ સમજી ગયા, અણસમજુઓ હવે સમજી જાય તો સારું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here