કોરોના’ના આતંક સામે લોકડાઉનનું શસ્ત્ર… સમગ્ર સિહોર શહેર સુમસામ

યાસીન ગુંદીગરા
વિશ્વવ્યાપી અદ્રશ્ય જીવલેણ રોગ ‘કોરોના’એ જબરો આતંક મચાવ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીએ દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉન જાહેર કર્યા બાદ આજે પ્રથમ દિવસે સિહોર શહેર સુમસામ ભાસી રહ્યું છે. ૨૪ કલાક ધમધમતા શહેરના રાજમાર્ગો ઉપર સન્નાટો છવાઇ ગયો છે. ઇતિહાસમાં કદી ન જોયો હોય કે ન અનુભવ્યો હોય તેવા દિવસો લોકોએ જોવા પડી રહ્યા છે. ૧ લાખની પ્રજા આજથી ૨૧ દિવસ માટે પોતપોતાના ઘરોમાં કેદ થઇ ગઇ છે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here