પોલીસમાં એક પક્ષે ફરિયાદ નોંધાવી, મામલો બાઈકો સામસામે થવાનો, ઘટનાના પગલે સોનગઢ પોલીસ મથકના વાઘેલા અને સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા
દેવરાજ બુધેલીયા
સિહોર તાલકાના આંબલા ગામે આજે સવારે બે જૂથના લોકો વચ્ચે મારામારી સર્જાતા ચાર કે પાચને સામાન્ય ઇજા થઇ હતી ઈજાગ્રસ્ત લોકોને પ્રથમ સિહોર અને ત્યારબાદ અત્રેની સર ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવને લઈ સોનગઢ પોલીસ મથકમાં એક પક્ષે ફરીયાદ નોંધાવી છે બનાવને લઈ સોનગઢ પોલીસ મથકના અધિકારી વાઘેલા અને સ્ટાફ તાબડતોબ દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી બનાવને લઈ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પણ પોલીસ સ્ટાફ દોડી જઈને બનાવની ગંભીરતા લીધી હતી