સંગ્રહ ખોરોને કારણે અછત સર્જાઈ તેવી સ્થિતિ, ૨૧ દિવસ વસ્તુઓ મળી રહેવાની હોવા છતાં પણ આ રીતે કેટલું વ્યાજબી

દેવરાજ બુધેલીયા
કોરોના વાઈરસને પગલે તા. ૩૧ માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત બાદ ગઇકાલ મંગળવારે રાત્રે પીએમ નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરતા સિહોરની બજારો માર્કેટ તેમજ મોલમાં અને કરિયાણાની દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી. ૨૧ દિવસ સુધી જીવન જરૂરી ચીજવસ્તુની લોકો સંગ્રહખોરી કરવા લાગ્યા હતા. લોકો સુધી આવશ્યક ચીજ વસ્તુઓ આગામી દિવસોમાં પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ તે ઉપલબ્ધ નહીં હોય તેવી દહેશત જોવા મળી હતી. આજે બુધવારે સવારથી પણ કરીયાણાની દુકાનો, શાકભાજીની લારીઓ, શાક માર્કેટમાં ભીડ જામી હતી.

પોલીસ ટોળામાં ભેગા ન થવા સમજાવતા  હતાં અને જરૂરી ચીજવસ્તુ જ લેવા જણાવતા હતા પરંતુ લોકો સમજવા તૈયાર ન હતાં. જો કે સમજુ નાગરીકો દુર ઉભી રહી જરૂરી ખરીદી કરી ચાલ્યા જતા હતાં. પીએમએ લોકોને કોરોના વાઈરસથી સાવચેત રહેવા જણાવ્યું છે. જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ પ્રજાને નિરંતર મળી રહે તે માટેની વ્યવસ્થા પણ તત્રં દ્રારા ઉભી કરવામાં આવી છે. જેથી લોકોને જરૂરી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે. પણ ખોટા હાઉના કારણે આવશ્યક વસ્તુની સંગ્રહખોરી વધી જતા તેનો સ્ટોક ખૂટી જવાની શકયતા છે.

લોકોની સગ્રહખોરીને કારણે ભાવ વધારાની નોબત આવે તો નવાઈ નહીં. લોકોએ જ પોતાની બુધ્ધિનો ઉપયોગ કરી પેનિક ફેલાવવાને બદલે સંગ્રહખોરી કરવાનું માંડી વાળવું જોઈએ તો જ દરેક ક્ષેત્રે કોરોના વાઈરસની મહામારીને આપણે હરાવી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here