કોરોના મહામારી સંદર્ભે સિહોર નાગરિક સહકારી બેંક દ્વારા રૂ. એક લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં અર્પણ

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારી સંદર્ભે નાગરિક સહકારી બેંક સિહોર દ્વારા રૂ.૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરાયો છે. સિહોર પ્રાંત કચેરી ખાતે આજરોજ સિહોર નાગરિક સહકારી બેંક. લી. દ્વારા રૂ.એક લાખનો ચેક સિહોર પ્રાંત અંધિકારી શ્રી રાજેશ ચૌહાણને સિહોર નાગરિક સહકારી બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી રાજેન્દ્રભાઇ.ડી.જાની, જનરલ મેનેજરશ્રી ડી. એન.વાળા તેમજ વી.જે મહેતાની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો.આ તકે, ચેરમેનશ્રીએ કોરોના સંદર્ભે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન સૌ નાગરિકો સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વખતો વખતની સૂચનાઓનું પાલન કરે, અફવાઓથી દૂર રહે તેમજ સાવચેત રહે તેમ જણાવી લોકડાઉન દરમિયાન ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here