ગંભીર બાબતની જાણ શંખનાદ કાર્યાલયે થતાં મામલો નાયબ કલેકટર સુધી પોહચ્યો, સાંજે લાગેલું તાળું ફરી ખુલ્યું

હરેશ પવાર
દેશ અને રાજ્યમાં કોરોના ફેલાઈ રહ્યો છે જેને રાજ્યના હેલ્થ સેન્ટરો ૨૪ કલાક માટે એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. તંત્ર કોરોના સામે એક લડવા જરા પણ ઢીલું મૂકી રહી નથી ત્યારે સિહોરમાં અર્બન હેલ્થ સેન્ટરની ગંભીર બેદરકારી નજર સામે આવી હતી. ગઈકાલે સાંજના સમયે સિહોર અર્બન હેલ્થ સેન્ટરને તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ગંભીર બેદરકારી શંખનાદ પ્રતિનિધિને નજરે આવતા મામલો કાર્યાલય સુધી પોહચ્યો હતો.

જ્યારે ગંભીર બાબતની જાણકારી સિહોર નાયબ કલેકટર રાજેશ ચૌહાણ સાહેબને જાણ કરતા તરત જ અર્બન હેલ્થ સેન્ટર ખોલી નાખવામાં આવ્યું હતું. આવી ગંભીર બેદરકારી એ પણ આરોગ્ય ખાતાની ત્યારે પ્રજાની સુરક્ષા ઉપર અનેક પ્રશ્નો ઉભા થાય છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ અહીંના મુખ્ય અધિકારી ડો.લાખાણી પણ જવાબદારી પૂર્વક પોતાની ફરજ પોતાની ફરજ નિભાવી નથી રહ્યા તેવી વાતો પણ મળી રહે છે. આ અંગે નાયબ કલેકટર દ્વારા કડક હાથે કામગીરી લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here