કોરોનાના ભય વચ્ચે વાતાવરણમાં ત્રણ દિવસથી સતત પલટો, જગતનો તાત મુશ્કેલીમાં

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાઈરસના ભય હેઠળ સિહોર સહિત પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વાતાવરણમાં પલટો રહે છે અને એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને પંથકમાં ઠેકઠેકાણે કમોસમી વરસાદના છાંટા પડયા હતા. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. એક તરફ કોરોના વાઈરસનો ફફડાટ લોકોમાં જોવા મળે છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની કરેલી આગાહીે પગલે ખેડૂતવર્ગ ચિંતાતુર બન્યો છે છેલ્લા ત્રણ દિવસથી બપોર અને સાંજના સુમારે એકાએક હવામાનમાં પલટો આવે છે ધૂળની ડમરીઓ સાથે હળવો પવન ફૂંકાયો છે અને આકાશે કાળાડિબાંગ વાદળો છવાતા ઠેકઠેકાણે કમોસમી વરસાદના છાંટા પડયા છે. જેના લીધે આ પંથકમાં જગતના તાતના જીવ પડીકે બંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here