સિહોર ખાતે કાનૂની શિબિરનું આયોજન
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજે સિહોરના મુક્તેશ્વર મહાદેવની પાછળ આવેલા સલ્મ વિસ્તારમાં કાનૂની શિબિર યોજાયેલ જેમાં ખાસ ભ્રષ્ટાચાર નિવારણદિન તેમજ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત આરોગ્યલક્ષી એવા માં અમૃતમ કાર્ડ, તેમજ આવાસ યોજના, સહિત માહિતી આપવામાં આવી હતી આ શિબિર કાનૂની સેવા સમિતિના સેક્રેટરી વિજયભાઈ સોલંકી ના અદયક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં તેમજ બાર એસોસિએશન ના ધારાશાસ્ત્રી અશોકભાઈ રાજ્યગુરુ. સામાજિક કાર્યકર. પત્રકાર. તેમજ સિહોર કોર્ટમાં પેરાલીગલ મેમ્બર હરીશ પવાર, આનંદ રાણા, રાજુભાઈ આચાર્ય સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.