ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આશરે 11કરોડ રકમનું દાન, રાજ્યના શિક્ષકોની મહત્ત્વની જાહેરાત

મિલન કુવાડિયા
વિશ્વમાં હડકંપ મચાવી દેનારો કોરોના વાયરસ ભારતમાં પણ માથું ઊંચકી રહ્યો છે. ગુજરાત માં પણ કોરોના ને અસર જોવા મળી છે. ત્યારે આર્થિક રીતે સરકાર ને સહાય આપવા માટે થઈને મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના ભામાશાઓ આગળ આવીને ખુલે હાથે દાન કરી રહ્યા છે અને કોરોના ને રોકવા મદદ કરી રહ્યા છે. ત્યારે સિહોર સહિત રાજ્યના તમામ જિલ્લાના આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષણ સંઘ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ, વહીવટી સંઘ તથા તમામ ગ્રાન્ટેન્ડ શાળાના સ્ટાફ દ્વારા રાષ્ટ્રની કપરી પરિસ્થિતિમાં મદદ કરવા માટે થઈને એક દિવસનો પગાર મહામંડલના આદેશ મુજબ આશરે ૧૧ કરોડ રૂપિયા નું દાન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સંઘ સમિતિ દ્વારા શિક્ષણમંત્રી ને રજુઆત કરીને આ દાન ની રકમ બારોબાર કપાત કરીને રાહતફંડમાં જમા કરવામાં આવશે તેવી વિનંતી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મોટી રકમનું અનુદાન કરીને કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here