સિહોર નગરપાલિકા દ્વારા લાઇસન્સ નહિ ધરાવતા દુકાનો પર તવાઈ, ૬ સામે કાર્યવાહી, ૬ હજારનો દંડ

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા વિસ્તાર શોપના લાયસન્સ નહિ ધરાવતા સામે કાર્યવાહી શરૂ કરી છે નગરપાલિકા હદ વિસ્તારમાં આજે કેટલાક કરીયાણા દુકાનો પર તવાઈ બોલાવી મસમોટો દંડો ફટકાર્યા છે એક તરફ કોરોના વાઇરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન સામે લોકોમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની તંગી ઉભી થવાની લોકોમાં ભીતિ ઉભી થઇ છે જેની વચ્ચે શાકભાજી ફ્રુટ અનાજ કરીયાણા સહિત વેચાણ કરતા વેપારીના સમય નક્કી કર્યા છે જે નિયમોનું પાલન ન કરે અને લાયસન્સ ન ધરાવતા સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે.

આજે સવારે સિહોર નગરપાલિકાના ચીફઓફિસર બરાડ, વિજય વ્યાસ સહિતના કાફલાએ શહેરના વડલા ચોક સિનેમા, મુખ્ય બજાર, મોટા ચોક, કંસારા બજાર, જુના સિહોર, લીલાપીર સહિતના વિસ્તારોમાં અનાજ કરીયાના ની જીવન જરૂરિયાત દુકાનો ધરાવનાર વેપારીઓને ત્યાં દરોડા પાડી લાયન્સ છે કે નહીં તપાસ કરીને આવા છ વેપારીઓ સામે નગરપાલિકા એ કાર્યવાહી કરીને છ હજાર રૂપિયાનો દંડ ફરકારીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here