સિહોર સહિત રાજ્યમાં મુસ્લિમોની પહેલ, કોરોનાની મહામારીથી મુક્તિ મળે તે માટે ઘરે ઘરે મુસ્લિમોએ ખાસ દુવા કરી

હરેશ પવાર
ગુજરાતમાં કોરોના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ચારથી વધુ લોકો એકત્ર ન થાય તે માટે ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી છે ત્યારે આજે શુક્રવારે જુમ્માની નમાઝ મસ્જિદોમાં અદા કરવાને બદલે ઘરમાં લોકોએ અદા કરી છે કોરોનાની મહામારીને પગલે સિહોર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મુસ્લિમોએ આ પહેલ કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક વધીને ૪૪ થયો છે. એટલું જ નહીં, મૃત્યુઆંક પણ વધીને ત્રણ થયો છે.

ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે ચર્ચથી માંડીને ગુજરાતના પ્રસિધ્ધ મંદિરોના દરવાજા બંધ કરી દેવાયાં છે.કેટલાંય મંદિરો-ચર્ચમાં તો ઓનલાઇન આરતી-દર્શનની સુવિધા કરાઇ છે ત્યારે સિહોર સહિત રાજ્યના મોટભાગના વિસ્તારોમાં ઘરે નમાજ અદા કરવાનો નિર્ણય લેવાયો છે આજે જુમ્માની નમાજ ઘરે અદા કરવામાં આવી હતી અને ખાસ ઘરે ઘરે દુવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર દેશ માટે ખાસ દુવા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here