સિહોરના રાજીવગરમાં સાંજના સમયે ધબધબાટી બોલી – બેને ઇજા – એક ગંભીર

હરેશ પવાર
સિહોરમાં આજે સાંજના સમયે રાજીવનગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા બેને ઇજા થઈ છે જેમાં એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે ઇજા પામનાર ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડેલ હોવાનું જાણવા મળ્યું છે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાજીવગરમાં સમાધાન માટે થઈને બે જૂથો ભેગા થયા હતા તે દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા બંને જૂથો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ મારામારીમાં બે ગંભીર ઇજાઓ થવા પામી હતી જ્યારે અન્ય બે ને સામાન્ય ઇજા થતાં ભાવનગર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here